Posts

Showing posts from 2017

બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત

             બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત   પ્રીતેશકુમાર રમેશભાઈ ટેલર  માનવજીવનના વિવિધ તબક્કાઓ પૈકી  બાલ્ય અવસ્થા પોતાનું અનોખું મહત્વ ધરાવે છે. બાળપણમાં અપાયેલી કેટલીક સુટેવો - કુટેવો જીવનભર જોવા મળે છે. કેટલીકવાર યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે બાળકોમાં કેટલીક વર્તનની સમસ્યાઓ જોવા મળે છે. આથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વાલીઓ માટે બાળકની ખાસિયતો જાણવી ખૂબ જ અગત્યની બની રહે છે. જેથી કરીને પ્રાથમિક શાળામાં દાખલ થયેલા બાળકોને ઓળખવા તેમજ તેમને સમજવામાં સરળતા રહે છે. બાળકોમાં આવા લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. બાળકો સતત ક્રિયાશીલ અને પ્રવિત્તિશીલ રહે છે. બાળકોની જિજ્ઞાસાવૃત્તિ અતિ તેજ હોય છે. બાળકો દોડવું, રમવું, કુદવું અને ખાવું ગમે છે. બાળકો વારંવાર નાની લગતી બાબતો પર પ્રશ્ર્ન પૂછે છે. શાળામાં વર્ગની બહાર કંઈક થાય તો દોડી જાય છે. બેન્ડબાજા કે ફટાકડાનો અવાજ આવે ત્યાં પહોંચી જવાની ઈચ્છા પ્રગટ કરે છે. એક જગ્યાએ લાંબો સમય બેસી શકતા નથી. બાળકોને રસભર વાર્તા સાંભળવી ગમે છે .