બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત

             બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત 

પ્રીતેશકુમાર રમેશભાઈ ટેલર 

માનવજીવનના વિવિધ તબક્કાઓ પૈકી  બાલ્ય અવસ્થા પોતાનું અનોખું મહત્વ ધરાવે છે. બાળપણમાં અપાયેલી કેટલીક સુટેવો - કુટેવો જીવનભર જોવા મળે છે. કેટલીકવાર યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે બાળકોમાં કેટલીક વર્તનની સમસ્યાઓ જોવા મળે છે. આથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વાલીઓ માટે બાળકની ખાસિયતો જાણવી ખૂબ જ અગત્યની બની રહે છે. જેથી કરીને પ્રાથમિક શાળામાં દાખલ થયેલા બાળકોને ઓળખવા તેમજ તેમને સમજવામાં સરળતા રહે છે. બાળકોમાં આવા લક્ષણો નીચે મુજબ જોવા મળે છે.

  • બાળકો સતત ક્રિયાશીલ અને પ્રવિત્તિશીલ રહે છે.
  • બાળકોની જિજ્ઞાસાવૃત્તિ અતિ તેજ હોય છે.
  • બાળકો દોડવું, રમવું, કુદવું અને ખાવું ગમે છે.
  • બાળકો વારંવાર નાની લગતી બાબતો પર પ્રશ્ર્ન પૂછે છે.
  • શાળામાં વર્ગની બહાર કંઈક થાય તો દોડી જાય છે.
  • બેન્ડબાજા કે ફટાકડાનો અવાજ આવે ત્યાં પહોંચી જવાની ઈચ્છા પ્રગટ કરે છે.
  • એક જગ્યાએ લાંબો સમય બેસી શકતા નથી.
  • બાળકોને રસભર વાર્તા સાંભળવી ગમે છે.

Comments

Popular posts from this blog

(96) હનુમાન જયંતિ

Happy marriage: what to do for life? સુખી લગ્નઃ જીવન માટે શુ કરવું જોઈ?